ગુજરાત રાજ્યમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. ગઈકાલ રાતે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડ્યા હતા અને આમ આ વર્ષે ચોમાસુ વિદાય લેવા નું નામ નથી લઇ રહ્યુ.હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર.
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એલિટ જારી કરી દેવામાં આવ્યું છે.15-17 ઓક્ટોમ્બર દરમિયાન વરસાદની આગાહી મુજબ 16-17 ઓક્ટોમ્બર ભારે વરસાદ થવાની સંભાવના છે.મધ્ય ગુજરાત,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય થી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.
જોકે,15 મી ઓક્ટોબર મધ્યરાત્રિએ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસ્યો હોવાનો પણ અહેવાલ છે. ગયા વર્ષ કરતા આ વર્ષે વરસાદ નું પ્રમાણ ખૂબ જ છે.
આ વર્ષે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે તેથી આગળ માટે સારા સમાચાર નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!