આ વર્ષના અંત પહેલા કેન્દ્ર સરકાર વધુ એક આર્થિક રાહત પેકેજ ની જાહેરાત કરી શકે છે. માહિતી પ્રમાણે એવું માનવામાં આવી રહ્યું છે કે, ફૂડ,ટ્રાવેલ, ટુરીઝમ સેક્ટર માટે મોટા રાહત પેકેજ ની જાહેરાત કરી શકાય છે. કોરોના મહામારીમાં શે તને સૌથી મોટો ફટકો પડ્યો છે. લોકડાઉન ના સમયગાળા પછી એક બાજુ અન્ય ક્ષેત્રોમાં રિકવરી જોવા મળી છે પરંતુ લોકો વાહનો ખાવામાં અને મુસાફરી કરવામાં હજુ પણ અચકાય છે.ત્યારે અપેક્ષા છે કે નવા પેજ પર રોજગારીની નવી તકો ઉભી કરવા પર ભાર મુકવામાં આવશે.
આ ઉપરાંત સરકાર માઈક્રો, લઘુ, મધ્યમ ઉદ્યોગો પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.નીતિ આયોગના CEO અમિતાભના કાંત ના જણાવ્યા અનુસાર ફેસ્ટિવ સિઝન ના સેલ્સને લઈને આશા રાખવામાં આવી રહી છે. તેમને કહ્યું કે, જો તમે પર્ચેંજિંગ મેનેજર ઇન્ડેક્સ પર નજર નાખો તો તમને આ જોવા મળશે કે 56.8 છે. સપ્ટેમ્બરમાં તે 8 વર્ષના ઉચ્ચતમ સ્તરે છે અને આશાવાદ નું પરિણામ છે.
ઓટો મોબાઇલ સૌથી મહત્વપૂર્ણ છે અને આ મહિનામાં તે વધુ સારું રહ્યું છે. તેમને વધુમાં જણાવ્યું કે અમે મોની ટાઈઝેશન માં રેલવે,ઉદયન, નવા રેલ્વે સ્ટેશન, એરપોર્ટ સામેલ કર્યા છે.
આ સાથે, નાણામંત્રી દ્વારા 78000 કરોડની LTC ની જાહેરાતનો પણ લાભ થશે. આ ઘોષણા થી અપેક્ષા વધી છે કે હવે કેન્દ્રિય કર્મચારીઓ થોડો ખર્ચ કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!