રાજ્યની રૂપાણી સરકારે હાલની કામગીરી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એવો સ્વીકાર કર્યો કે કોંગ્રેસને મળી ગયો મોકો,જાણો વિગતે

103

કોંગ્રેસના નેતા જયરાજસિંહ સોગંદનામા મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું કે ગુજરાતમાં 12000 થી વધુ બેડ ઓક્સિજનના અભાવના કારણે ખાલી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકિમ દ્વારા એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે.

જેના પર હવે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. જયરાજસિંહ કહ્યું કે ગુજરાતમાં 12000 થી વધુ બે ઓક્સિજન ના અભાવના કારણે ખાલી રહ્યા છે. કેન્દ્ર તરફથી અન્યાય થતો હોવાથી સોગંદનામામાં સરકાર કબૂલાત પણ કરી છે.

ઓક્સિજન ના અભાવે દર્દીઓ સચવતા ન હોવાનું પણ સરકારે ઉલ્લેખ કર્યો છે. ઓક્સિજન ન મળવાના કારણે અત્યાર સુધી દર્દીઓ ના જીવ ગયા છે અને આ વીપક્ષની વાત નથી સરકારે જ સોગંદનામામાં ઉલ્લેખ કર્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા એ કહ્યું કે, ઓળખીતો જમાદાર બે ધોકા વધુ મારે તેવી સ્થિતી હાલ રાજ્યમાં છે. કેન્દ્રમાં કોંગ્રેસ હતી ત્યારે ગુજરાતની અન્યાયની વાતો થતી હતી જ્યારે હવે કેન્દ્ર સરકારનો ગુજરાતની જનતાને હડહડતો અન્યાય છે.

ગુજરાતની જનતાના ગાલ પર સરકારનો તમાચો છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાયરસ ના નવા પોઝિટિવ કેસ વચ્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે.

રાજ્યમાં બીજી લહેર ના કેસ વધી રહ્યા છે. અને ત્રીજી લહેર આવે તો પણ સરકાર તેને પહોંચી વળવા તૈયાર છે. આજે મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનના ભાગરૂપે.

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના આરસોડીયા ખાતે ગ્રામ્યજનો સાથે સંવાદ કરવા પહોંચેલા મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!