મહામારી વચ્ચે નવા રોગ ના કેસ વધતા રાજ્યની રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય, જાહેર કરી નવી માર્ગદર્શિકા

Published on: 9:18 am, Sun, 9 May 21

ગુજરાતમાં વધતા મ્યુકોમાઈકોસિસ રોગના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય કરાયા છે. રાજ્યમાં પહેલેથી જ વાયરસ ના દર્દીઓની સાથે સાથે મ્યુકોમાઈકોસિસ રોગ પણ વધતો જાય છે.

જેને લઇને મુખ્યમંત્રી રૂપાણી ની અધ્યક્ષતાએ નિવાસસ્થાને તેમની બેઠક મળી હતી. જમાં મ્યુકોમાઈકોસિસ ના વધી રહેલા કેસ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ રોગ ને વધુ ફેલાતો અટકાવવા અને રોગની અસર થઈ છે.

તેમને તુરંત સારવાર આપવાની વ્યવસ્થા કરવા આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે. તમામ સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને મહાનગરોમાં આ રોગના સંક્રમિત માટે અલાયદા વોર્ડસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા મ્યુકોમાઈકોસિસ ની સારવાર માટે ત્રણ કરોડ બાર લાખ ના ખર્ચે એમફોટીસિરીન B-50 Mg ના 5000 ઇન્જેક્શન ખરીદવા ઓર્ડર આપી દેવાયો છે.

સમગ્ર રાજ્યમાં મ્યુકોમાઈકોસિસ આવા 100 થી વધુ જેટલા કેસો નોંધાયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં મ્યુકોમાઈકોસિસ માં સંક્રમિત ની સારવાર માટે 60-60 બેડ સાથે ના બે વોર્ડ શરૂ કરાયા છે.

મ્યુકોમાઈકોસિસ રોગના લક્ષણો નીચે મુજબ છે. જેમાં એક બાજુ નો ચહેરો સૂજી જાઓ અને માથાનો દુખાવો, નાક બંધ થવું કે સાઇનસ ની તકલીફ, મોઢામાં તાળવે કે નસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવા અને તેમાં વધારો થવો. આંખમાં દુખાવો અને દ્રષ્ટિ ઓછી થવી.

તાવ, કફ, છાતીમાં દુખાવો, શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો, ઉબકા આવવા કે ઉલટી થવી જેવા લક્ષણો જોવા મળે છે. મ્યુકોમાઈકોસિસ બચવા N95 માસ્ક પહેરો અને વધુ પડતી ધૂળ સાથેનું સંસગ્ર ટાળવો અને ત્વચા પર લાગેલા ઘા તરત જ સાબુ પાણી થી સાફ કરવા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહામારી વચ્ચે નવા રોગ ના કેસ વધતા રાજ્યની રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય, જાહેર કરી નવી માર્ગદર્શિકા"

Leave a comment

Your email address will not be published.


*