મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાવવાનો નિર્ણય આ તારીખે લેવાશે, જાણો કોને શું કહ્યુ ?

83

મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાવવો કે નહીં એ વિશે પરિસ્થિતિનો તાગ મેળવ્યા પછી લેવામાં આવશે. એટલે ટૂંકમાં 15 મી મે એ આ બાબતના નિર્ણયની જાહેરાત કરવામાં આવશે એવો સંકેત આરોગ્યપ્રધાન રાજેશટોપે એ આપ્યો હતો. પરિસ્થિતિ દરમિયાન જુદા જુદા જિલ્લા પ્રશાસન ને કહેવામાં આવ્યું છે.

કે સંબધિત જિલ્લામાં હાલની પરિસ્થિતિને જોઇને તેઓ આકરા નિયંત્રણો લાદી શકે છે. આ મુજબ અમરાવતી આવતીકાલથી 15 મી મે સુધી કડક નિયંત્રણો લાદવા ની જાહેરાત કરવામાં આપવાની સાથે જ આજે શહેરની માર્કેટોમાં લોકોએ ખરીદી માટે પ્રચંડ ઘસારો કર્યો હતો.

નિયંત્રણો અમલમાં આવે પહેલા બન્ને એટલે જરૂરી ચીજવસ્તુઓ ખરીદી લેવાની હાયમાં ઉમટેલી ભીડ ને કારણે વાયરસ ના નિયમોનો છડેચોક ભંગ થયો હતો.

હાલમાં સામાજિક અંતર જાળવવા વિના જ ભીડ જામી હતી. બીજી તરફ બીડ માં વેક્સીનેશન સેન્ટરો પર વાઇરસની રસી લેવા માટે ભારે ભીડ જામી હતી.બીડમાં ત્રણ દિવસ પહેલા હસી લેવા માટેની ભીડ બેકાબુ બનતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

ગુજરાતમાં વધતા મ્યુકોમાઈકોસિસ રોગના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય કરાયા છે.

રાજ્યમાં પહેલેથી જ વાયરસ ના દર્દીઓની સાથે સાથે મ્યુકોમાઈકોસિસ રોગ પણ વધતો જાય છે જેને લઇને મુખ્યમંત્રી રૂપાણી ની અધ્યક્ષતાએ નિવાસસ્થાને તેમની બેઠક મળી હતી.જેમાં મ્યુકોમાઈકોસિસ ના વધી રહેલા કેસ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!