કોરોનાવાયરસ થી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં અમેરિકા પણ સામેલ છે.હવે આ જીવલેણ રોગ ચાળા ની અસર સ્કૂલના બાળકો ઉપર પણ જોવા મળી રહી છે . એ અમેરિકાના જ્યોર્જિયા જિલ્લામાં શાળા શરુ થયાના એક અઠવાડિયામાં જ 250 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
એટલાન્ટા શેરોકી કાઉન્ટી સ્કૂલ તેની વેબસાઈટ પર કોરોનાવાયરસ ના કેસ અંગેની જાણકારી આપી છે. શુક્રવાર સુધીમાં પહેલાથી બાર ધોરણ સુધીના 11 વિદ્યાર્થીઓને કોરોનાવાયરસ નો ચેપ લાગ્યો હતો. ત્યારબાદ શાળામાં કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 250 થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે , શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંક્રમિત મળી આવ્યા છે . ત્યાં આશરે 40 સ્કૂલ અને સ્ટડી સેન્ટર છે. આ સ્કૂલમાં 42200 વિદ્યાર્થી અને 4800 કર્મચારીઓ કામ કરે છે