દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ આ લોકોના લીધે ફેલાઈ રહ્યું છે , આરોગ્ય મંત્રાલય પત્ર લખી રાજ્યોને સાવધાન રહેવા ચેતવ્યું

Published on: 10:24 am, Sun, 9 August 20

મોકેન્દ્ર સરકારને લાગે છે કે કરિયાણાની દુકાને કામ કરનારા અને રેકડીઓ વાળા ના કારણે કોરોના નું સંક્રમણ ફેલાવવાનું ભય વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ આ કારણસર વસતીઓમાં મોટું ઈન્ફેક્શન થઈ શકે છે. એવામાં રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવેલ છે કે આવા લોકોનું ટેસ્ટિંગ ખૂબ જ ઝડપથી કરવામાં આવે. હેલ્થ મિનિસ્ટ્રી મુજબ તેમનાથી મૃત્યુદર નો અંક ઓછો થઇ શકે છે. રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા ચિઠ્ઠીમાં આવી સલાહ આપવામાં આવેલ છે.

આરોગ્ય મંત્રાલય પોતાના પત્રમાં કહ્યું કે કામના બંઘ સ્થળોએ ઔદ્યોગિક કલસ્ટર હોઈ શકે છે જ્યાં લોકો વધું કેસ વાળી જગ્યાએ થી આવતા હોય છે. જૂપડપટ્ટી , જેલ , વૃદ્ધાશમ જેવી જગ્યા વધારે હોટ સ્પોટ હોઈ શકે છે. આવા વિસ્તારો અને આવા લોકોની ટેસ્ટિંગ ની પ્રક્રિયા વધારે ઝડપથી કરવામાં આવે.

આરોગ્ય મંત્રાલય દ્વારા આ રીતે ચેતવી ને રાજ્ય સરકારનો કોરોના વાયરસના સંક્રમણની અટકાવવામાં થોડી ઘણી મદદ કરવામાં આવેલ છે . રાજ્ય સરકાર આગળના સમયમાં આવી જગ્યા અને આવા લોકોના ઝડપથી કોરોના ટેસ્ટિંગ કરીને કોરોના નુ સંક્રમણ અટકાવવામાં મદદ કરી શકે છે.