શાળાઓ તબક્કાવાર સંસ્થાઓ શરૂ કરવા માટે કેન્દ્ર સરકારની વિચારણા , વિદ્યાર્થીઓ માટે આવી શકે છે શાળા ખુલવાના સમાચાર

દેશમાં એક તરફ કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે . તો બીજી તરફ અત્યાર સુધી બંધ રાખવામાં આવેલા શાળાઓ શરૂ કરવા અંગે કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે. આના માટે કેન્દ્ર સરકાર 1 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર સુધી તબક્કાવાર શાળાઓ ફરી શરૂ કરવા સરકારની તૈયારીઓ કરી રહી છે . તો સાથે સાથે શાળાઓ સહિત અન્ય સંસ્થાઓ પણ તબક્કાવાર ચાલુ કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે.

કેન્દ્રીયઆરોગ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધન કોરોનાવાયરસ ના મેનેજમેન્ટ માટે બનેલી મંત્રીઓની કમિટી સાથે સંકળાયેલા સચિવોની સમિતિ દ્વારા આ મુદ્દે વ્યાપક ચર્ચા કરવામાં આવી રહી છે . હાલ ચાલી રહેલા અનલૉક : 3 જે 31 ઑગસ્ટ ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે . ત્યાર બાદ બાકીની પ્રવૃત્તિઓને પણ ખૂલ્લી મૂકવા અંગે રાજ્ય માટે જાહેર કરવામાં આવનાર ગાઈડ લાઈન માં શાળાઓને સંસ્થાઓને પણ ખોલવામાં આવે તેવી જાહેરાત થઈ શકે છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*