તહેવારોમાં મંદિરો ખુલશે કે નહીં તેને લઈને ગુજરાત સરકારે શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગતે

Published on: 5:00 pm, Sat, 8 August 20

ગુજરાતમાં કોરોના નું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દૈનિક તો એક હજારથી વધુ આવી રહ્યા છે . ત્યારે રાજ્ય સરકારે કોરોના નું પ્રમાણ વધું ફેલાય નહીં તે માટે મહત્વનો નિર્ણય લીધેલ છે. સરકાર ઓગસ્ટ મહિનામાં આવનાર તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે શોભાયાત્રા, લોકમેળા, પદયાત્રા પર પ્રતિબંધ લગાવ્યો છે.

રાજ્યમાં આ મહિના દરમિયાન એક પણ તહેવારની ઉજવણી નહીં થાય . ઓગસ્ટ મહિનામાં જેટલા પણ તહેવાર આવે છે તેની જાહેર ઉજવણી પર રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. પછી તે ગણેશ ઉત્સવ હોય કે જન્માષ્ટમી કે પછી તાજીયાના જુલુસ. કોરોના મહામારી ને લઈને આ મહિનામાં આવતા તહેવારોની નહીં તો કાઢી શકાય શોભાયાત્રા અથવા તો પદયાત્રા .

વડોદરાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે વિવિધ મંડળો ન આગેવાનોની રજૂઆત લઈ સરકારે આ નિર્ણય લીધેલ છે . મતલબ કે ગણેશ ઉત્સવ માં પંડાલ નહીં થાય , ગણેશજીની મૂર્તિની સ્થાપના અને વિસર્જન ઘરમાં જ કરવાનું રહેશે.