કોરોના કહેર વચ્ચે સુરત માટે આવ્યા મોટા રાહત ના સમાચાર , જાણીને થઈ જશો ખૂશ

Published on: 4:32 pm, Sat, 8 August 20

શું હાલ સુરતમાં કોરોના નુ સંક્રમણ સૌથી વધારે છે. ગુજરાતમાં હાલ સુરતમાં સૌથી વધુ 3694 એક્ટિવ કેસો છે. ત્યારે સુરત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે . સુરતમાં કોરોના નો રિકવરી રેટ માં વધારો નોંધાયો છે સુરત શહેરમાં રિકવરી રેટ નો દર વધીને 73 ટકા થયો છે . છેલ્લા ત્રણ-ચાર દિવસથી દરરોજ નોંધાતા કોરોના ના આંકડામાં પણ ઘટાડો થયો છે.

દર્દીઓ ને ડિસ્ચાર્જ આંકડામાં પણ વધારો થયો છે . ગત રોજ શહેરમાં નવા 183 પોઝિટિવ કેસ નોંધાયા હતા . શહેરમાં કુલ કેસની સંખ્યા 12345 ઉપર પહોંચી છે. શહેરમાં વધુ પાંચનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 534 પર પહોંચ્યો છે.