કોરોના ની કહેર વચ્ચે ગુજરાત માટે આવ્યા મોટા રાહતના સમાચાર

Published on: 10:23 am, Sat, 8 August 20

ગુજરાતમાં કોરોના ના કેસો સતત વધી રહ્યા છે . તેમજ રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો સંખ્યા 15000 ની નજીક પહોંચી ગયા છે. જોકે લોકો માટે મોટા રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં કોરોના નો રિકવરી રેટ ખૂબ જ ઊંચો છે . રાજ્યમાં કોરોના થી સાજા થવાનો દર 74.21 ટકા છે . એટલું જ નહીં અન્ય રાજ્યોની સરખામણીમાં કોરોના ના નવા કેસો પણ કંટ્રોલમાં છે.

ગુજરાતમાં હાલ 14905 એક્ટિવ કેસ છે . જેની સામે 50322 લોકોએ કોરોના ને મહાત આપેલ છે . જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના થી 2584 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે . છેલ્લા 24 કલાકમાં 1034 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 27 દર્દીઓના મોત નિપજ્યા છે.

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ વધતાની સાથે જ રિકવરી રેટમાં સારો એવો ફેરફાર જોતા આગળના સમયમાં રાજ્યની જનતાને રાહત ના સમાચાર મળે તેવું જોવા મળી રહ્યું છે.