સુરત શહેરમાં કોરોના નું સંક્રમણ વધતાં SMC દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય , જાણો વિગતે

Published on: 10:13 am, Sat, 8 August 20

સુરતમાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે . ત્યારે સુરતમાં કોરોના નું સંક્રમણ સતત વધતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા બે વખત સુરતની મુલાકાત લેવામાં આવેલ હતી . આ ઉપરાંત કોરોના નું સંક્રમણ કાબૂમાં લેવા માટે સુરતમાં આરોગ્યની સેવાઓ પણ વધારો કરવામાં આવી રહ્યો છે . ત્યારે સુરતમાં અઠવા ઝોન વિસ્તારમાં કોરોના નું નવું હોટ સ્પોટ તરીકે ઉભરી આવ્યો છે . અથવા ઝોન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થવાના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોન વિસ્તારમાં આવતા તમામ મોલ ને રવિવારના દિવસે બંધ રાખવા માટે સુચન કરેલ છે.

રિપોર્ટઅનુસાર સુરતના અઠવા ઝોનમાં 1 ઓગસ્ટના રોજ 36 કેસ , 2 ઓગસ્ટના રોજ 50 કેસ , 3 ઓગસ્ટના રોજ 44 કેસ0, 4 ઓગસ્ટના રોજ 37 કેસ અને 6 ઓગસ્ટ સુધીમાં 266 કેસ નોંધાયા હતા .

અઠવા ઝોનમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધારે હોવાના કારણે આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે. તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા રવિવારના રોજ અઠવા ઝોન વિસ્તારમાં આવતા તમામ મોલ બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને રિપોર્ટ પોઝિટિવ આવે તો તેના સંપર્કમાં આવેલા 10 વ્યક્તિઓને પણ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

Be the first to comment on "સુરત શહેરમાં કોરોના નું સંક્રમણ વધતાં SMC દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય , જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*