જન્માષ્ટમી ની ઉજવણી ને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર , જાણો વિગતે

Published on: 4:55 pm, Sun, 9 August 20

જન્માષ્ટમી એટલે કે ગોકુળ આઠમ ને આડે હવે બે દિવસ બાકી છે. ત્યારે જન્માષ્ટમીને લઇ ને મોટા સમાચાર સામે આવ્યા છે . આવો જાણીએ આ વખતે કેવી રીતે થશે જન્માષ્ટમીની ઉજવણી .

રણછોડરાયના નીજ મંદિરે આ વખતે ભક્તો માટે ઇતિહાસમાં પ્રથમવાર દ્વારકા બંધ રહેશે. આ વખતની ગોકુળ આઠમ ભકતો ભગવાનના દર્શન નહીં કરી શકે. ડાકોર ના ઠાકોર પણ આ જન્માષ્ટમીએ ભક્તોને નહીં મળે. કોરોના ના કારણે આ મંદિર પણ બંધ રાખવામાં આવેલ છે.

રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે . આ વધતા કોરોના કહેર વચ્ચે જન્માષ્ટમીને લઇ ને મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.પરંતુ ભક્તોને ઘરે બેઠા ઓનલાઇન દર્શન કરવા અપીલ કરવામાં આવેલ છે. તો ઘરે બેઠા દર્શન કરી શકે તે માટે ઓનલાઇન દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી છે. જોકે આ વર્ષે કોરોના મહામારી ના કારણે મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી સાદગીપૂર્વક થશે. જગન્નાથજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી સાદાઈથી કરવામાં આવશે.

આ વખતે સરકારે પણ કોઈપણ તહેવાર ઉજવવા પર પ્રતિબંધ મૂકી દીધેલ છે. કોરોના ના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેને પગલે સૌરાષ્ટ્રમાં 50 વર્ષ બાદ તમામ લોકમેળા બંધ રહેશે.