પ્રધાનમંત્રી મોદી અમિત શાહને વખાણવા જતા વિવેક ચૂક્યા , નરેન્દ્ર મોદી બોલ્યા કંઈક એવું

Published on: 4:04 pm, Wed, 12 August 20

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મંગળવારના રોજ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં દિલ્હીમાં કોરોના ના કેસ અંગે કરેલી ટિપ્પણી વડાપ્રધાનના હોદ્દા ને અનુરૂપ નહીં હોવાનું વિશ્લેષકોનું માનવું છે. દિલ્હીમાં કોરોના ને પછાડવા માટે કેજરીવાલ સરકારે આખા તંત્રને કામે લગાડ્યું હતું તેની પ્રશંસા કરવાને બદલે રાજકીય ટિપ્પણી કરીને મોદીએ આ બેઠક નો ઉપયોગ રાજકીય મંચ તરીકે કર્યો હતો . આ રીતે મોદી વિવેક ચુક્યો હોવાનો તેમનો મત છે.

અમિત શાહે બેઠક બોલાવી રચ્યો એક્શન પ્લાન

નરેન્દ્ર મોદીએ આડકતરી રીતે કેજરીવાલ પર કટાક્ષ કર્યો કે,દિલ્હી સરકારે તો જાહેર કરી દીધેલું કે બહુ મોટી આફત આવવાની છે .પણ અમિત શાહે બેઠક કરીને એક્શન પ્લાન બનાવ્યો હતો. આ કારણસર દિલ્હીમાં કોરોનાને પછાડવામાં ભવ્ય સફળતા મળેલ છે.

જાતે જ પોતાની પીઠ થાબડવા નું યોગ્ય નથી

વિશ્લેષકોના મતે , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે વાત કરતા હતા ત્યારે દિલ્હીમાં કોરોનાને પછાડવાનો જશ પોતાની સરકારને કે શાહને આપીને રાજકીય લાભ મેળવવાનો પ્રયત્ન કરવાની જરૂર ન હતી. મોદીએ વડીલ તરીકે વર્તીને મુખ્યમંત્રીઓને માર્ગદર્શન આપવાનું હોય , તેમનાં પ્રયાસોની સરાહ ના કરવાની હોય તેના બદલે એ રાજકિય કટાક્ષો કરે કે જાતે જ પોતાની પીઠ થાબડે એ યોગ્ય નથી .