હેરાન થઈ ગયા..! બફારો વધતા લીંબુના ભાવ પહોંચ્યા આસમાની સપાટીએ,60 રૂપિયામાં મળતા લીંબુ હવે…

સમગ્ર રાજ્યમાં હવે ઉનાળાનો સમય શરૂ થઈ ગયો છે અને ઉનાળાના સમયમાં ઇમ્યુનિટી માટે મોટાભાગના લોકો લીંબુનું સેવન કરતા હોય છે ત્યારે લીંબુનો ઉપયોગ પણ કરતા હોય છે અને આ લીંબુના ભાવ હવે આસમાની સપાટીએ પહોંચ્યા છે. ઉનાળામાં દર વર્ષે લીંબુના ભાવ વધારો થતો હોય છે

આપણા માટે નવાઈ નથી પરંતુ આ વખતે તો લીંબુએ આસમાની સપાટી આંબી ગયું છે.ચાલુ વર્ષે ખેડૂતોને સો રૂપિયાથી 110 રૂપિયા સુધી લીંબુનો પ્રતિ કિલો નો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે અને સાથે જ લીંબુની જાહેર માર્કેટમાં 150 થી 200 રૂપિયા સુધીના ભાવ બોલાઇ રહ્યા છે.

દર વર્ષે ઉનાળાના સમય ખેડૂતોને લીંબુના 50 થી 80 રૂપિયા ભાવ મળે છે ત્યારે ચાલુ વર્ષે ખેડૂતોને 100 થી 110 રૂપિયા ભાવ મળી રહ્યા છે જેથી બાગાયતી પાકનું વાવેતર કરનાર ખેડૂતો ખુશ થયા છે અને જ્યારે માર્કેટમાં 180 રૂપિયા સુધીનો લીંબુનો ભાવ બોલાઈ રહ્યો છે અને શહેરોમાં 200 રૂપિયા ઉપર લીંબુનો ભાવ બોલાવી રહ્યો છે.

લીંબુના સતત ભાવ વધતાં સૌરાષ્ટ્રમાં નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ઠંડા પીણા ની શોપ તેમજ જાહેર માર્ગો ઉપર લીંબુ સોડા લીંબુ શરબત અને લીંબુના અલગ અલગ રીતે મોટાભાગના ઉપયોગ કરતા ફૂડ ઇન્ડસ્ટ્રીમાં સતત ભાવ વધારો થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*