રાજકોટ ની માર્કેટયાર્ડમાં આ પાકના ભાવમાં થયો અધધધ વધારો…

Published on: 4:01 pm, Fri, 25 September 20

ગુજરાત રાજ્ય રાજકોટ માર્કેટયાર્ડમાં મરચા ના ભાવ ભડકે બળ્યા છે. આજરોજ સવારે માર્કેટ ખોલતા લીલા મરચા નો ભાવ ₹100 બોલાયો હતો. જ્યારે મરચાના ભાવ પ્રતિ કિલોના ₹35 થી 42 રહા હતા. રાજકોટ માર્કેટ યાર્ડના વેપારીઓએ જણાવ્યું હતું કે આજરોજ માર્કેટ ખુલતા અન્ય શાકભાજીના પ્રતિ કિલો દીઠ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે મરચા ના ભાવ રૂપિયા ₹80 થી 100 ના કિલો વેચાયા હતા.

રાજકોટ માર્કેટ યાર્ડના અન્ય શાકભાજીના ભાવ ની વાત કરીએ તો વાલોરના 30 થી 40, મરચીના 35 થી 42, ચોળાના 20 થી 25, ચોળીના 40 થી 45, કારેલાના 20 થી 25, ભીંડાના 12 થી 15, ગુવારના 60 થી 70, દૂધીના 15 થી 25, રીંગણા 8 થી 15, કોબીજના 25 થી 30, ગલકા ના 20 થી 22, ઘીસોડા 18 થી 22, લીંબુ 20 થી 30, વાલ 30થી 35 ના કિલો ભાવ રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!