ચોમાસાની વિદાયને લઈને હવામાન વિભાગ દ્વારા શું કરવામાં આવી આગાહી,જાણો વિગતવાર

Published on: 4:26 pm, Fri, 25 September 20

 છેલ્લા કેટલાક મહિનાથી રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું છે. ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આજરોજથી વરસાદનું જોર ઘટવા ની શક્યતાઓ છે.પાંચ દિવસ રાજ્યમાં છૂટોછવાયો સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં પહેલા આવી છે. આપણે જણાવી દઈએ કે, રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 134 ટકા થયો છે.હાલમાં રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસુ પૂર્ણ થવાની હજી સુધી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી.

હવામાન વિભાગના મત અનુસાર આજરોજ અમદાવાદ, નર્મદા, ભરુચ, સુરત, વલસાડ સહિત અનેક દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે.રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની આવતીકાલથી શક્યતાઓ છે.આ વર્ષે ચોમાસુ વિદાય હજી મોડું લેશે એવું હવામાન વિભાગનું અનુમાન છે.

બીજી બાજુ ભારે વરસાદના કારણે અનેક ડેમો ઓવરફ્લો થઈ ગયા છે.અનેક ડેમ ઓવરફ્લો થતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને મોટો ફાયદો થશે અને ખેડૂતોની આગામી સમયમાં પાણીની ઘટ થશે નહીં. આપને જણાવી દઇએ કે,હવામાન વિભાગ દ્વારા હજી કોઈ પણ પ્રકાર.

ચોમાસાની વિદાયને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.પણ તેમના મત અનુસાર આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. મતલબ કે ટૂંક જ સમયમાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લઇ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!