કૃષિ બિલની વિરુદ્ધમાં આજરોજ ખેડૂત દ્વારા ભારત બંધનું એલાન, જાણો દરેક રાજ્યની આજની સ્થિતિ

Published on: 3:39 pm, Fri, 25 September 20

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ બિલની વિરોધમાં દેશના ઘણા રાજકીય પક્ષ અને ખેડૂત સંગઠનો પ્રદર્શન કરી રહ્યા છે. આ બિલ સામે લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.આવી સ્થિતિમાં દિલ્હી, પંજાબ, હરિયાણા ,ઉત્તરપ્રદેશ સહિતના ઘણા રાજ્યના ખેડૂતો રસ્તા પર ઊતર્યા અને બિલ પાછું ખેંચવાની માંગ કરી.કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ ખેડૂતો દ્વારા આહવાન કરેલા ભારત બંધના એલાનને ટેકો આપવામાં આવ્યો છે.

25 સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું એલાન નું નેતૃત્વ અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સંકલન સમિતિ, અખિલ ભારતીય કિસાન મહાસંઘ અને ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારત બંધ દરમિયાન વ્યાપક ધોરણે ઘણા સ્થળોએ હજુ પણ ખેડૂતો દ્વારા રેલ્વે રોકો અને રસ્તા રોકો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ખાસ કરીને ઉત્તર ભારત અને તે રાજ્યોમાં તેની વધારે અસર જોવા મળી રહી છે.

અને હરિયાણામાં આ બિલ નો બહોળા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે. અહીંના ખેડૂતો ઉપર અનેક વખત લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે. અહીંના ખેડૂતો દ્વારા રેલ રોકો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.આ ઉપરાંત દિલ્હી ની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખેડૂતોને બંધનો ટેકો આપ્યો છે.

ઉત્તર પ્રદેશમાં ભારતીય ખેડૂત સંઘે ગામ નગર અને જિલ્લા કક્ષાએ હાઈવે બંધ કરવાનું કામ કર્યું છે.પશ્ચિમ બંગાળમાં ભારતીય કિસાન સભા અહીં બંધનું એલાન આપ્યું છે. મહારાષ્ટ્રમાં 21 જિલ્લાઓમાં વ્યાપક પ્રદર્શનની વાત કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!