LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે જબરદસ્ત ઘટાડો, જાણો કેટલો થયો ઘટાડો.

Published on: 11:21 am, Tue, 1 June 21

ભારતમાં 14.2 કિલો સબસીડી વિનાના સિલિન્ડરના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 123 નો ઘટાડો કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડર ની નવી કિંમત બહાર પાડે છે.

19 કિલોના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર ભાવ ઘટીને 1473.5 રૂપિયા થઈ ગયો છે. પરંતુ 14.2 કિલોના સબસિડી વિનાના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી તેની કિંમત 809 જ છે.

આપેલા એપ્રિલ મહિનામાં 14.2 સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યારથી અત્યાર સુધી હવે કોઈ પણ પ્રકારનો ઘટાડો થયો નથી.

14.2 કિલોના આજના દિલ્હીમાં સિલિન્ડર નો ભાવ 809 રૂપિયા, કોલકાતામાં 835 રૂપિયા સિલિન્ડરનો ભાવ છે, મુંબઈમાં 809 રૂપિયા અને ચેન્નઈમાં 825 રૂપિયા સિલિન્ડરનો ભાવ છે.

19 કિલોના કોમર્શિયલ દરમાં ઘટાડો થતા દિલ્હીમાં ભાવ 1473.5 પાંચ રૂપિયા થઈ ગયો છે. કોલકાતામાં સેન્ટર ની કિંમતમાં ઘટાડો થતાં ભાવ 1554.5 થઈ ગયો છે. મુંબઈમાં ભાવ 1422.5 રૂપિયા થઈ ગયો છે અને ચેન્નઈમાં 122.5 રૂપિયા ઘટીને 1603 થઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે જબરદસ્ત ઘટાડો, જાણો કેટલો થયો ઘટાડો."

Leave a comment

Your email address will not be published.


*