ગુજરાત રાજ્યમાં તાવ-તે વાવાઝોડા બાદ જેમાં ઘણા દિવસોથી વરસાદ ની આગાહી થઈ રહી છે. તેવામાં ચોમાસાની સીઝનને લઈને હવામાન વિભાગે કરી ફરીથી મોટી આગાહી. ગુજરાત રાજ્યમાં 15 થી 20 જૂન વચ્ચે વરસાદનું આગમન થઇ શકે છે.
કેરળમાં 3 જૂન થી ચોમાસુ આવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસો માં ગુજરાત રાજ્યમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ આ વિસ્તારોમાં ચાર દિવસની વરસાદની આગાહી રહેશે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરોલી, ગીર રાજકોટમાં 3 થી 4 જૂન વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ છે જેના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
મે મહિનામાં સામાન્ય રીતે 44 થી વધુ ગરમી પડતી હોય છે. પરંતુ વાવાઝોડાના કારણે ગુજરાત રાજ્યમાં ગરમીનું પ્રમાણ સામાન્ય થઈ ગયું છે અને મોટે ભાગના વિસ્તારોમાં સવારે ધૂમસ જોવા મળે છે.
અમદાવાદ જેવા શહેરોમાં પણ ગરમીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં 5 થી 6 જૂન વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment