મારા બેટા હવે મોઢામાં નાખેલો કોળિયો પણ બહાર કઢાવશે, ખાદ્યતેલના ભાવમાં થયો આટલો વધારો…

75

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ જનતા પર વધુ એક મોંઘવારી નો માર પડ્યો છે.સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. સીંગતેલમાં ડબ્બે ₹80 અને કપાસિયા તેલમાં ₹60 વધારો નોંધાયો છે. સિંગતેલના ડબ્બાના ભાવ રૂપિયા 2550 થી 2590 થયા છે.

કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2425 રૂપિયાએ પહોંચ્યો છે. તહેવારની સીઝનમાં ખાધતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારાની સાથે સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

ત્યારે આજે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 30 પૈસા અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ની વાત કરીએ તો દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો થાય છે અને 6 વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલનો ભાવ લાગુ પડે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધારાના કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!