બે ટ્રક, રિક્ષા અને ઇકો કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 3 લોકોના મૃત્યુ…

Published on: 3:11 pm, Fri, 8 October 21

રાજ્યમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકોએ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા-પાલનપુર હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત બે ટ્રક, રિક્ષા અને ઇકો કાર વચ્ચે સર્જાયું હતું.

આકસ્માત આજરોજ સવારે ડીસા-પાલનપુર હાઇવે પર બે ટ્રક વચ્ચે સામ સામે ટક્કર થતાં એક રિક્ષા વચ્ચે આવી ગઈ હતી. આ અકસ્માતમાં બંન્ને ટ્રક અને રિક્ષા માં આગ લાગી ગઈ હતી. આગ લાગવાના કારણે બે લોકોના મૃત્યુ થયા છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં કુલ 3 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જેમાં ભોયણ ગામના પાટિયા પાસે હાઈવે પર ડીવાઈડર વચ્ચે પડેલા કટમાં એક વળાંક લઇ રહ્યો હતો ત્યારે તેની સાઈડ માં એક રીક્ષા પણ ઊભી રહી હતી. ત્યા

રે પાલનપુર તરફથી આવતા એક બેકાબુ કર કે બંને વાહનોને જબરદસ્ત ટક્કર લગાવી હતી અને બે ટ્રક વચ્ચે રીક્ષા કચડાઇ ગઇ હતી. આ અકસ્માતમાં ડીસા થી પાલનપુર તરફ જતી ઇકો વાહન પણ ટ્રક અથડાયું હતું. આમ એક જગ્યાએ એક સાથે ચાર વાહનોને અકસ્માત થયા હતા.

અકસ્માતમાં રિક્ષામાં અચાનક આગ લાગી જતા બંને ટ્રકમાં પણ આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર રિક્ષામાં બેઠેલા બે મુસાફરોના અકસ્માતમાં મૃત્યુ થયા છે.

ઘટનાની જાણ થતા ડીસા અને પાલનપુર નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી રીતે આ ઉપરાંત પોલીસ, મામલતદાર સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. આ અકસ્માતમાં વાનમાં સવાર મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે ડિસાની સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે ટ્રક, રિક્ષા અને ઇકો કાર વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, 3 લોકોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*