ફોઈની દીકરીના લગ્નમાં ગયેલા ભાઈ અને તેના મિત્રનું અકસ્માતમાં દર્દનાક મોત, વહેલી સવારે એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… બહેનના લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો…

Published on: 1:07 pm, Fri, 10 February 23

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ઝડપી કાર અચાનક જ બેકાબુ થતા ડિવાઈડર પર ચડીને પોલીસને કેબિનમાં ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં બેઠેલા બે યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે અન્ય બે યુવકો અને એક રાહદારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટના રાજસ્થાનના સીકરમાં બની હતી. સૌરવ નામનો યુવક ગુરુવારના રોજ પોતાના મિત્રો સાથે પોતાની ફોઈની દીકરીના લગ્નમાં ગયો હતો.

તમામ મિત્રો શુક્રવારના રોજ સવારે લગ્નમાંથી કાર લઈને ફરવા માટે નીકળી ગયા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો. તેમની કાર સૌ પ્રથમ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ત્યારબાદ કમાન્ડ સેન્ટરના કેમેરા અને પોલીસના કેબિનને જોરદાર ટક્કર લગાવી હતી.

આ ગંભીર અકસ્માતની ઘટના આજરોજ વહેલી સવારે લગભગ 4.45 વાગ્યાની આસપાસ બની હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર તમામ લોકો અંદર ફસાઈ ગયા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પછી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કારમાં ફસાયેલા યુવકોને બહાર કાઢ્યા હતા.

ગંભીર અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 24 વર્ષના સૌરભ અને 25 વર્ષના નરેન્દ્ર શર્માનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે સુનિલ અને જાગૃત નામના યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત કારે ઓમપ્રકાશ નામના એક વ્યક્તિને પણ જોરદાર ટક્કર લગાવી હતી. આ ઉપરાંત કારમાં સવાર એક યુવક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.

અકસ્માતની ઘટનાની જાણ મૃત્યુ પામેલા યુવકોના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઇજાગ્રસ્ત થયેલા લોકો અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ મૃત્યુ પામેલા યુવકોના પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ફોઈની દીકરીના લગ્નમાં ગયેલા ભાઈ અને તેના મિત્રનું અકસ્માતમાં દર્દનાક મોત, વહેલી સવારે એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… બહેનના લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*