મોરબીમાં વિદ્યાર્થીઓને ભણાવતા ભણાવતા ચાલુ વર્ગખંડમાં શિક્ષકનું દર્દનાક મોત, ભણાવતી વખતે અચાનક જ શિક્ષક સાથે કંઈક એવું બન્યું કે…

Published on: 3:39 pm, Fri, 10 February 23

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં રમતા રમતા અથવા તો ડાન્સ કરતા કરતા લોકોના મૃત્યુ થઈ ગયા હશે. ત્યારે હાલમાં બની રહે તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં વિદ્યાર્થીઓને ભણાવતી વખતે એક શિક્ષકનું ચાલુ વર્ગમાં મોત થયું છે.

આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુઃખદ ઘટના મોરબી જિલ્લાના માળિયા મિંયાણા તાલુકાના મહેન્દ્રગઢ ગામમાં બની હતી. ગુરૂવારના રોજ બપોરના સમયે શાળામાં ભણાવતી વખતે એક શિક્ષક અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

ત્યારબાદ તેમની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ બન્યા બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.

વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા શિક્ષકનું નામ જગદીશભાઈ ખીમજીભાઈ બાવરવા હતું. તેમની ઉંમર 51 વર્ષની હતી તેઓ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ બપોરના સમયે જગદીશભાઈ જ્યારે શાળામાં હતા.

ત્યારે દોઢ વાગ્યાની આસપાસ અચાનક જ તેમને છાતીમાં દુખાવો શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ તેમને સારવાર માટે તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે જગદીશભાઈની તપાસ કરી આબાદ તેમને મૃત જાહેર કર્યા હતા. મળતી માહિતી અનુસાર જગદીશભાઈ ને અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે તેમનો જીવ ચાલ્યો ગયો છે.

આ ઘટના બનતા જગદીશભાઈના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. શિક્ષકનું મૃત્યુ થતાં જ વિદ્યાર્થીઓને પણ ભારે આઘાત લાગ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મૃત્યુ પામેલા શિક્ષકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મોરબીમાં વિદ્યાર્થીઓને ભણાવતા ભણાવતા ચાલુ વર્ગખંડમાં શિક્ષકનું દર્દનાક મોત, ભણાવતી વખતે અચાનક જ શિક્ષક સાથે કંઈક એવું બન્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*