કોરોના ની કહેર વચ્ચે ગુજરાતીઓ માટે આવ્યા રાહત ના સમાચાર, જાણીને થઈ જશો ખુશમ ખુશ

Published on: 11:05 am, Mon, 28 September 20

ગુજરાત રાજ્ય કોરોના ની કહેર હાલમાં યથાવત છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના દૈનિક કેસોનો આંકડો 1400 ને પાર થઈ ગયા છે. આ બધાની વચ્ચે ગુજરાતીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્યમાં કોરોના થી સાજા થવાનો રિકવરી દર 85 ટકા ને પાર પહોંચવાનો આવ્યો છે.રાજ્યમાં કોરોના ના દર્દીઓ ને સામેથી પકડી પાડવા માટે ટેસ્ટિંગ દરરોજનું વધારવામાં આવી રહ્યું છે.

કોરોનાના ગઈ કાલના આંકડાની વાત કરીએ તો 1411 કેસ નોંધાયા હતા. જ્યારે રિકવરીની વાત કરીએ તો 1231 દર્દીઓએ કોરોના ને મહાત આપી હતી. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ 1,13,140 દર્દીઓએ કોરોના ને મહાત આપી છે અને રાજ્યનું રિકવરી દર 84.93 ટકા થયો છે. રાજ્યમાં ગઈકાલે વધુ 10 લોકોના મોત સાથે કોરોના નો ફૂલ મૃત્યુ આક 3419 પર પહોંચ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!