આ વસ્તુ ને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે આપ્યું મહત્વનું નિવેદન, અમિત શાહે કહ્યું કે…

Published on: 10:44 am, Mon, 28 September 20

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પૂર્વતરના રાજયો માટે ના ફેસ્ટની શરૂઆત કરાવી અને તેમાં તેમને પોતાની સરકારની ઘણી બધી ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેમણે કહ્યું કે પૂર્વતર વગર ભારત અને ભારતીય સંસ્કૃતિ સાવ અધુરી છે. આ સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિનું આભૂષણ છે.અમિત શાહે આ કાર્યક્રમમાં સરકારની ઉપલબ્ધિઓ ગણાવી ને પૂર્વોત્તરમાં શાંતિ સ્થાપવાની જરૂરી હતી જેથી અર્થવ્યવસ્થા, પર્યટન અને રોજગાર વધી શકે છે. પૂર્વોત્તરમાં પહેલા હિંસા, ઉગ્રવાદ અને બંધના કારણે ચર્ચામાં રહેતો હતું પરંતુ હવે વિકાસની વાતો થઇ રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે તેઓ ભારતમાં કેટલા પર્યટન સ્થળ પર ફરેલા છે પરંતુ પૂર્વોત્તર જેવી વાત ક્યાંય નથી. પૂર્વોત્તર વગર ભારત અને ભારતીય સંસ્કૃતિ અધૂરી લાગે છે. ભારતીય સંસ્કૃતિ ત્યાં સુધી પૂર્ણ નથી જ્યાં સુધી તેમાં આ સંસ્કૃતિની સામેલ ન હોય કારણ કે આ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિનું મુગટ છે.

ગૃહમંત્રી અમીત શાહે પૂર્વતરિય પર્યટનને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દેખાડ્યું હતું. તેના વિશે વિશેષ તારીફ કરી હતી અને પોતાના પક્ષના ભારે વખાણ કર્યા હતા.કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આખું ભારત ફર્યો પણ આ જગ્યા જેવી કોઈ વાત નહીં.

અમિત શાહના મહત્વનું નિવેદન હાલમાં સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!