ગુજરાત રાજ્યના આ ગામમાં ફરીથી લાગ્યું લોકડાઉન, કારણ જાણીને ચોંકી જશો

272

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસ ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.કોરોનાવાયરસ ના શરૂઆતી દિવસોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ દેશના રાજ્યો માં લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો હતો.તેને તબક્કાવાર લંબાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ અનલોક ફેઝ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં અર્થવ્યવસ્થા ને પાટે ચડાવવા ધીમે ધીમે અનેક વસ્તુઓ ને છૂટ આપવામાં આવે છે. દેશમાં મોટા ભાગે સરકારે બધી જ વસ્તુઓ ને છૂટ આપી દીધી છે. શહેરોમાં હાહાકાર મચાવતો કોરોનાવાયરસ હવે ગામડે ગામડે પહોંચી ગયો છે.

હાલની સ્થિતિમાં કેટલાક રાજ્યોએ ફરીથી લોકડાઉન જાહેર કરેલ છે.ઉત્તર ગુજરાતની સીમા ઉપર આવેલા બનાસકાંઠા જિલ્લાના ગામ માં કોરોના ના કેસ અચાનક વધતા ગામે સ્વેચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલા બનાસકાંઠાના નેનાવા ગામમાં ફરી એક વખત લોકડાઉન લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ગામમાં છેલ્લા એક અઠવાડિયાની અંદર નવ થી પણ વધારે કોરોના પોઝિટિવ આવતા ગામમાં ગણગણાટ મચી ગયો હતો. આ ગામમાં મહામારીનો વધુ લોકો ભોગ ન બને અને કોરોનાવાયરસ ને વધતો અટકાવી શકાય.

તે માટે સરપંચ અને ગ્રામજનોની સાથે ફરી એકવાર બેઠક કરી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!