કોરોના સંક્રમણ ને અટકાવવા માટે કેન્દ્ર સરકારે લોકડાઉન સમગ્ર દેશમાં લાદવાનો આદેશ આપ્યો હતો. ધીરે-ધીરે અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા અને છૂટછાટ આપવા કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક ફેઝ પ્રમાણે છુટછાટ આપવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.અનલૉક 4 ગાઈડ લાઈન મુજબ 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ જાય છે. જ્યારે 1 ઓક્ટોબરથી અનલૉક 5 ની નવી માર્ગદર્શિકા અનુસાર ચાલુ થશે.અનલૉક 5 ની નવી માર્ગદર્શિકા આજે જાહેરાત થઈ શકે છે તેવી સૂત્રો તરફથી માહિતી મળી છે.
ઓક્ટોબર મહિનામાં દુર્ગા પૂજા, છઠ જેવા ઘણા મોટા તહેવારો આવતા હોય છે, આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે સરકાર તહેવારની સીઝન જોતા અનલૉક 5 માં ઘણી છૂટછાટ આપી શકે છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કન્ટેનમેન્ટ ઝોન ની બહારની પ્રવૃત્તિને વધારે છૂટછાટ મળી શકે છે. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ઉદ્યોગની માંગમાં વધારો કરવાની અપેક્ષા રાખે છે, તેથી તેઓ વધુ રાહતની અપેક્ષા રાખી રહ્યા છે.
અનલૉક 5 માં સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક ખોલવાની મંજૂરી મળી શકે છે. પશ્ચિમ બંગાળ સરકાર 1 ઓક્ટોબરથી સિનેમાહોલ ખોલવાની મંજૂરી આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે 1 ઓક્ટોબરથી સિનેમા હોલ અને થિયેટરો કડક નિયમો સાથે ખોલવામાં આવી શકે છે.
પર્યટનક્ષેત્રે ની સ્થિતિ સુધારવા માટે અને તેમાં વધુ છૂટ મળે તેવી અપેક્ષા લોકો દ્વારા સેવાઈ રહી છે. સરકાર શાળા કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા માટે અનલૉક 5 માં નિર્ણય લઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!