ગુજરાતના આ એક શહેરમાં અચાનક જ આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં મેઘરાજાની ફરીથી એન્ટ્રી

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો.બપોર બાદ શહેરમાં એકદમ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો હતો. અમદાવાદ શહેરના ગોતા,સોલા અને ઘાટલોડીયા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.અમદાવાદ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી હતી.

શહેરનાપશ્ચિમ વિસ્તાર અને પૂર્વ વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.આજ રોજ અમદાવાદ શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા લોકો આશ્ચર્યમાં મૂકાયા છે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાંથી ચોમાસુ વિદાય લઇ રહ્યું છે તેવામાં ફરી મેઘરાજાએ શહેરમાં એન્ટ્રી કરતા લોકો ખુશ થઈ ગયા હતા.

આજરોજ સાંજે શહેરમાં પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.ધીમે ધારે પડેલા વરસાદથી લોકોમાં ખુશી જોવા મળી હતી.

અને શહેરીજનો ચા તથા ભજીયાની મોજ માણતા સ્ટોર ઉપર જોવા મળ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*