ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મંત્રીઓને આદેશ આપતાં કહ્યું કે, કોઈપણ મંત્રીને સરકારી કામ સિવાય…

Published on: 11:22 am, Fri, 17 September 21

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બદલાઈ ગયા છે. ગઈકાલે મંત્રીમંડળના શપથ ગ્રહણ બાદ નવી સરકાર એક્શનમાં આવી છે. ત્યારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને આગામી 15 દિવસ સુધી ગાંધીનગર ન છોડવા માટેનો આદેશ આપી દીધો છે.

એટલું જ નહીં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરવા માટે ની સૂચના આપી છે. આ ઉપરાંત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આદેશ કરતાં મંત્રીઓને સરકારી કામ સિવાય કોઈ પ્રવાસ ન કરવા માટે ની સૂચના આપી છે.

આ ઉપરાંત મંત્રીઓને આગામી બજેટ પરની કામગીરી અને ચર્ચા કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત નવા મંત્રી યોજના પોતાની જવાબદારી 100 ટકા પર્ફોમન્સ આપવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટા પ્લાન તૈયાર કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ ની આ હરકત જોઇને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ હરકતમાં આવી ગઇ છે. બંને પક્ષોએ વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મંત્રીઓને આદેશ આપતાં કહ્યું કે, કોઈપણ મંત્રીને સરકારી કામ સિવાય…"

Leave a comment

Your email address will not be published.


*