ગુજરાતના નવા મંત્રીમંડળને લઈને હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતની જનતા હવે…

Published on: 10:51 am, Fri, 17 September 21

ગુજરાતના લઈ કાલે ભાજપના ધારાસભ્ય અને મંત્રી પદ માટે શપથ લીધી હતી. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ભાજપ સરકાર પર કટાક્ષ કર્યા છે. હાર્દિક પટેલે ભાજપના નવા મંત્રીમંડળના મુદ્દે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.

અને ગુજરાતની જનતા હવે ભારતીય જનતા પાર્ટી માટે નો-રિપીટ થિયરી નક્કી કરી છે. ગઈકાલે મંત્રીમંડળમાં ભાજપના જૂના મંત્રીઓને પડતા મૂકીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત નવા મંત્રીમંડળમાં 7 પાટીદાર મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓબીસી સમાજમાં થી 6 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું. આ ઉપરાંત ક્ષત્રિય સમાજમાંથી 2 અને દલિત સમાજમાંથી 2 મંત્રીઓની મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આદિવાસી સમાજમાંથી 4 મંત્રીઓ અને જૈન સમાજ માંથી 1 મંત્રીને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ છે.

હાર્દિક પટેલે કહ્યું કે ગુજરાતના 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતની જનતા ભાજપ માટે નો-રિપીટ થિયરી અપનાવશે.

આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્યમંત્રીથી લઈને મંત્રીમંડળમાં એક ફેરફાર કરી દેતા રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી ગઇ છે.

ભારતીય જનતા પાર્ટીની આ હરકત જોઈ ને બીજી બાજુ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ હરકતમાં આવી ગઇ છે. બંને માટે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ રણનીતિ તૈયાર કરવામાં લાગી ગઇ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!