સુરતના ભટાર ચાર રસ્તા પર એક યુવકે 20 ફૂટ ઊંચા ઝાડની ડાળી સાથે લટકીને પોતાનો જીવ ટૂંકો કર્યો…

Published on: 11:55 am, Fri, 17 September 21

સુરતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરતના ભટાર ચાર રસ્તા નજીક એક અજાણ્યા વ્યક્તિએ 20થી 25 ફૂટ ઊંચા ઝાડની ડાળી સાથે લડકી ને પોતાનો જીવ ટૂંકો કર્યો છે. આજ સવારે આસપાસનો એક દુકાનદાર દુકાન ખોલતો હતો ત્યારે દુકાનદારની નજર ઝાડ પર લટકી રહેલા મૃતદેહ પર ગઈ.

ત્યારબાદ દુકાનદારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સવારે આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ વધી ગઇ હતી.

મળતી માહિતી મુજબ આ ઘટનાની જાણ આજરોજ સવારે આઠ વાગ્યાની આસપાસ થઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ ફાયરની ટીમ દ્વારા ઝાડ પર લટકેલા મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યું હતું. મૃતદેહ ઝાડ પર લટકી રહ્યું છે તે વાત ની જાણ થતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા.

મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતાર્યા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલ વ્યક્તિ કોણ છે તેની હજુ કોઈ પણ જાણકારી સામે આવી નથી. આ સમગ્ર ઘટનાને લઇને ખટોદરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!