પોરબંદર-વેરાવળ હાઇવે પર કાર ડિવાઇડર સાથે અથડાતા સર્જાયો અકસ્માત, અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મૃત્યુ…

71

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે પોરબંદર-વેરાવળ હાઇવે પર એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કાર ખંભાળિયાના ખજુરીયાથી માંગરોળના લોએજ ગામ તરફ જઈ રહી હતી.

ત્યારે રસ્તામાં કાર ડિવાઇડર સાથે અથડાતા કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં એક જ પરિવારના 3 એ લોકોના મૃત્યુ થયા હતા ઉપરાંત 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મૃત્યુની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. મળતી માહિતી મુજબ ચિકાસા અને નરવાઇ ગામ વચ્ચે પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે તાત્કાલિક 108ને સંપર્ક કરવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર મામલાની પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો ખંભાળિયાના હોય તેવું જાણવા મળ્યું છે. અકસ્માતમાં મયુર, કિશન અને ધેલું ચંદ્રાવાડિયાનું મૃત્યુ થયું છે. ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે પોરબંદર ખસેડવામાં આવ્યા છે..

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!