એક પિતાએ તેની બે પુત્રી સાથે કેનાલમાં કૂદીને પોતાનો જીવ ટૂંકો કર્યો, એવું તો શું થયું હશે કે ભર્યું આ પગલું…

85

કલોલ તાલુકાના પલસાણાની એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પલસાણાના એક યુવકે તેની બે પુત્રી સાથે રામનગરની કેનાલમાં કૂદીને પોતાનો જીવ ટૂંકો કર્યો. મળતી માહિતી મુજબ યુવકનું નામ ભાવેશ છે. એક મહિના પહેલા જ ભાવેશ ની પત્ની મનીષાએ ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકો કરી લીધો હતો.

યુવકને આ વાત સહન ન થાય તેથી યુવકે ગુરૂવારના રોજ પોતાની બે પુત્રીઓ સાથે બપોરના સમયે કેનાલમાં કૂદીને પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

મળતી માહિતી મુજબ એક ચિઠ્ઠી પણ મળી હતી. તેમાં લખ્યું હતું કે મનીષા વગર હું જીવી શકતો ન હતો, તે માટે આ પગલું ભર્યું છે.

આ ઉપરાંત લખ્યું હતું કે મારી છોકરીને મારી સાથે લઈ જાઉં છું. કારણકે મારી છોકરીઓની જિંદગી મમ્મી વગર કેવી રીતે જાય અને કોઈના ઉપર મારી દીકરીઓ બોઝ ન બને.

35 વર્ષીય ભાવેશ પ્રજાપતિ અને તેમની 5 અને 3 વર્ષની બંને દીકરીને લઈને 11:00 ના રોજ ઓનલાઇન અભ્યાસ માટે ઝેરોક્ષ કરાવવાનું કહીને નીકળેલા ભાવેશ રામનગર ની કેનાલમાં કૂદી ગયા હતા.

આ અંગે જાણ થતાં એક વ્યક્તિએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કેનાલમાંથી તેણે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!