ભાજપ સરકારના કુલ 25 મંત્રીઓ પૈકી 7 મંત્રીઓ એવા છે જેઓ ના નામ પોલીસના ચોપડે ચડેલા છે. ભાજપના જીતુ ચૌધરી મોટી કલમો સાથે ગુના નોંધાયા છે. પ્રજાની સેવા કરવાની વાતો કરતા જનપ્રતિનિધિઓ વિશ્વાસઘાત અને છેતરપિંડી જેવી કરતૂતોથી ખરડાયેલા છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ સંસ્થાએ નવા મંત્રી મંડળના મંત્રીઓ ના સોગંદનામા કરેલા રસપ્રદ વિશ્લેષણ વિગતો બહાર આવી છે કે ભાજપ સરકારના સાત મંત્રીઓ સામે કલમ નોંધાયેલ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા ના મંત્રી પ્રદીપ પરમાર સામે મિલકત સંબંધી વિશ્વાસઘાત અને છેતરપિંડી નો ગુનો નોંધાયો છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સામે મહારાષ્ટ્રમાં ચેક બાઉન્સ થવાનો કેસ નોંધાયો છે. અરવિંદ રૈયાણી સામે શાંતિ ભંગ ના મુદ્દે પોલીસ ચોપડે નોંધાયો છે. મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ આ મામલે બાકાત રહ્યા નથી.કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ ગેરકાયદેસર મંડળી અને ગેરકાયદેસર વ્યક્તિની અટકાયત કરવી એ ગુનો નોંધાયો છે.
નવા મંત્રીમંડળમાં 25 મંત્રીઓ પૈકી 19 મંત્રીઓ કરોડપતિ છે. આખા મંત્રીમંડળમાં સૌથી વધારે પૈસા વાળા ઋષિકેશ પટેલ છે જ્યારે મંત્રી અર્જુન સિંહ ચૌહાણ સૌથી ઓછી મિલકત ધરાવે છે. કુટીર ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલ ને 3.13 કરોડ રૂપિયાનું દેવું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!