પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા બાદ આજરોજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે આ મોટું કામ,જાણો

Published on: 10:51 am, Tue, 21 September 21

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામા ની સાથે સાથે આખા મંત્રીમંડળે રાજીનામું આપ્યું હતું.વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપતાં સમગ્ર ગુજરાત રાજ્ય નું રાજકારણ માં હંડકપ મચ્યો હતો.તેઓના રાજીનામા બાદ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી અને આ દરમિયાન તેમને અધિકારીઓની બદલી ની યાદી આપી દેવાનું હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી છે.ભુપેન્દ્ર પટેલ પોતાની પાસેના વિભાગોમાં અધિકારીઓની બદલી નિયુક્ત કરશે.

માત્ર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા આમા અપવાદ રહેશે, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષીને આ હવાલો સોંપી શકે છે. તે સિવાય શિક્ષણ,નાણા,કૃષિ, મહેસુલ, આરોગ્ય, પંચાયત અને પાણી પુરવઠા જેવા મહત્વના વિભાગો માં બદલીઓ થવાની શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!