લીંબડી – અમદાવાદ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ટક્કર જતા સર્જાયો અકસ્માત, 2 લોકોના મૃત્યુ…

Published on: 10:16 am, Tue, 21 September 21

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મોડી રાત્રે સુરેન્દ્રનગરના લીબડી અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના લીમડી અમદાવાદ હાઈવે પર એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં બે લોકોના મૃત્યુ થયા છે.

જ્યારે અકસ્માત દરમિયાન બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર અકસ્માત પર કાનપરા ગામના પાટિયા પાસે થયું છે.

અકસ્માત થયું તે દરમિયાન બસની અંદર 30 થી પણ વધારે લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત દરમિયાન એક વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે અને અન્ય એક વ્યક્તિ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.

અકસ્માતની પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

આ અકસ્માતમાં કુલ બે લોકોના મૃત્યુ થયા છે અને બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધ્યો હતો અને અકસ્માતના મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લીંબડી – અમદાવાદ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ટક્કર જતા સર્જાયો અકસ્માત, 2 લોકોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*