સુરતમાં લોકોનો ઉત્સાહ જોઈને ગુજરાતનું મૂડ સમજી શકાય છે : રાઘવ ચઢ્ઢા

Published on: 11:40 am, Mon, 3 October 22

આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાએ રવિવારે સુરત શહેરમાં ભવ્ય રોડ શો કર્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો એકઠા થયા હતા અને ઠેર ઠેર ફૂલોની વર્ષા કરીને તેનું સ્વાગત કર્યું હતું. સુરતના લોકોને સંબોધતા તેમને કહ્યું કે સુરતના લોકોનો

ઉત્સાહ જોઈને ગુજરાતનો મૂડ સમજી શકાય છે અને તેમને ભાજપ પર આકરા પ્રહાર પણ કર્યા હતા અને કહ્યું કે ભાજપના લોકો નકલી સર્વે બતાવીને જીતનો દાવો કરી રહ્યા છે. પરંતુ કેન્દ્ર સરકાર એજન્સી IB તેમને ગુજરાત ચૂંટણી પર એવો સર્વે રિપોર્ટ આપ્યો છે જેના કારણે ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે.રાઘવ ચડ્ડાએ વધુમાં કહ્યું કે ગુજરાતમાં

વખતે પરિવર્તનની લહેર છે અને લોકો આમ આદમી પાર્ટીને પરિવર્તન તરીકે જોઈ રહ્યા છે. ગુજરાત પરિવર્તનની માંગ કરી રહ્યું છે ને આમ આદમી પાર્ટી આ લડાઈ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને રાઘવ ચડ્ડાએ કહ્યું કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહેલી ભાજપ સરકારને આપણે સૌ સાથે મળીને જળમૂળથી ઉખાડી નાખવી પડશે. આવું બધું જણાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો