અષ્ટમી પૂજા માટે ગામડે જઈ રહેલા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, પતિ-પત્ની અને બે માસુમ દીકરીઓના મૃત્યુ…એક જ પરિવારના 4 સભ્યોની અર્થી ઉઠશે…

Published on: 11:19 am, Mon, 3 October 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે જેમાં હસતા ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જેક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આઇસર ટ્રક અને કારની વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પતિ-પત્ની અને તેમની બે દીકરીઓના કરુણ મૃત્યુ નીપજ્યા છે.

આ અકસ્માતની ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતો. મળતી માહિતી અનુસાર પરિવાર અષ્ટમી પૂજા માટે મધ્યપ્રદેશથી યુપી જઈ રહ્યું હતું. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. જ્યારે પરિવારની કાર સાગરમાં પહોંચી ત્યારે કાર અને એક આઇસર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટનામાં કારમાં સવારે આખા પરિવારને કાળભરખી ગયો હતો.

આ અકસ્માતની ઘટના સાગર-રાહતગઢ રોડ ઉપર બરખેડી પાસે બની હતી. મધ્યપ્રદેશનો એક પરિવાર અષ્ટમી પૂજા માટે તેમના મૂળ ગામ યુપી જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે આઇસર ટ્રક ચાલકની ધરપકડ કરી લીધી છે. મેડિકલ ચેકઅપ દરમિયાન જાણવા મળ્યું કે આઇસર ટ્રક ચાલક નશાની હાલતમાં હતો. આ ગંભીર અકસ્માતની ઘટના રવિવારના રોજ બની હતી. અષ્ટમી પૂજા કરવા માટે પરિવાર રવિવારના રોજ સવારે પોતાના વતન જવા માટે નીકળ્યો હતો.

ત્યારે રસ્તામાં ઝડપે આવતા ટ્રકે તેમની કારને જોરદાર ઠક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનામાં 40 વર્ષીય મોહિત શુક્લા, 35 વર્ષીય દક્ષા શુક્લા, 14 વર્ષીય લાવણ્યા અને 8 વર્ષીય માન્યાનું મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મોહિત શુક્લાના કાકા પંકજ શુક્લા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર અકસ્માતની ઘટના રવિવારના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. ટ્રક અને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી. ટ્રક ચાલક 10 ફૂટ સુધી કારને ખસેડીને લઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનાના કારણે એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો