ગરબા રમતા-રમતા અચાનક રાજપુત યુવકનું મૃત્યુ થયું, રાજપુત પરિવારમાં માતમ છવાઈ ગયું…જુઓ LIVE મૃત્યુનો વિડીયો

Published on: 11:46 am, Mon, 3 October 22

હાલમાં ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં નવલા નોરતા ચાલી રહ્યા છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી નવરાત્રીના મોટા આયોજન થયા ન હતા. તેથી આ વર્ષે ગુજરાત રાજ્યમાં અનેક જગ્યાએ નવરાત્રીના ખૂબ જ મોટા આયોજન કરવામાં આવ્યા છે. તેવામાં થોડા દિવસ પહેલા રાજકોટમાં એક દુઃખદાયક ઘટના બની હતી.

અહીં ગરબે રમતા એક પટેલ યુવાનનું અચાનક મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આણંદમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગરબે રમતો એક યુવક અચાનક જ ઢળી પડે છે.

હોસ્પિટલ પહોંચે તે પહેલા તો યુવકનું રસ્તામાં જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના આણંદના તારાપુર શિવ શક્તિ સોસાયટીમાં બની હતી. અહીં ગરબા રમતા રમતા એક યુવકનું અચાનક મૃત્યુ થતાં ચારેય બાજુ માતમ છવાઈ ગયું હતું. જેનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મૃત્યુ પામેલા યુવકનું નામ વિરેન્દ્રસિંહ રાજપૂત હતું. વિરેન્દ્રસિંહ રાજપુત પોતાના મિત્રો સાથે ગરબા રમી રહ્યો હતો. ગરબા રમતી વખતે વિરેન્દ્રસિંહને અચાનક જ ચક્કર આવ્યા હતા. ચક્કર આવતા જ તેઓ ગરબા રમતા રમતા જમીન પર ઢળી પડ્યા હતા.

આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ વિરેન્દ્રસિંહને હોસ્પિટલ લઈ જતા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો તેમનું રસ્તામાં જ મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના બનતા જ ગરબાની મોજમાં માતમ છવાઈ ગયો છે. વિરેન્દ્રસિંહનું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટના બનતા જ રાજપુત પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો