કેન્દ્રની મોદી સરકારે રાજ્યોને મોકલ્યા સંદેશા, કહ્યું કે તહેવારોમાં લોકડાઉન લગાવવાનું હોય તો…

Published on: 3:08 pm, Thu, 5 August 21

દેશમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી અને બીજી લહેર ના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે પરંતુ હાલમાં કોરોના ની બીજી દિવસે ને દિવસે ઘટતી જાય છે ત્યારે અનેક રાજ્યોમાં અનલૉક ની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. કોરોના ની બીજી લહેર ઓછી થાય છે પરંતુ હજુ પણ કોરોના ગયું નથી.

દેશના અમુક એવા રાજ્યો છે જ્યાં દિવસેને દિવસે કોરોના કેસ વધતા જાય છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે કોરોના નું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે તેને અટકાવવા માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને સાવચેતી આપી છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને ખાસ આવતા તહેવારો પર પૂરતું ધ્યાન આપવાનું કહ્યું છે.

આ ઉપરાંત તમામ રાજ્યોને નિર્દેશ આપ્યું છે કે કે રાજ્યમાં જો તહેવારની ઉજવણી થશે તો કોરોના બધા જ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું પડશે.

વધુમાં આગામી દિવસોમાં તહેવારના સમય પર પ્રતિબંધ પર લગાડી દેવામાં આવી શકે તેવી શક્યતાઓ છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને પત્ર દ્વારા કહેવા માંગે છે કે આ તહેવારોમાં ભીડ ન થવા દેવાય.

રાજ્યમાં નજર રાખવાની સાથે કોરોના તમામ નિયમોનું પાલન કરાવો. આ ઉપરાંત પત્ર 19 ઓગસ્ટ મોહરમ, 21 ઓગસ્ટે ઓણમ, 30 ઓગસ્ટે જન્માષ્ટમી, 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી અને આ ઉપરાંત ૫થી 15 ઓક્ટોબર દુર્ગાપૂજા ને લઈને રાજ્યોને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને કહેવામાં આવ્યું છે કે તહેવારોની સિઝનમાં ભેગા થવાની સંભાવનાઓ વધી છે. તે કારણોસર રાજ્ય સરકાર સ્થાનિક સ્તરે પ્રતિબંધ લગાવી શકે છે. તેનાથી તહેવારોમાં ભેજનું પ્રમાણ ઓછું થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!