વિરામ બાદ ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. શનિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગુજરાતના માથે હાલ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાયેલી છે. જે સક્રિય થઇ રહી છે. હવામાન વિભાગે રાજ્યમાં ચાર દિવસ વરસાદ ની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. આપણે જણાવી દઈએ કે, રાજ્યમાં અત્યાર સુધી 122 ટકા વરસાદ વરસ્યો છે. ગુજરાતના અનેક પંથકોમાં ભારે થી અતિ ભારે વરસાદના કારણે મોટુ નુકશાન થયું છે.
રાજ્યના અનેક જિલ્લાઓમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ પ્રારંભ થયો છે. હજુ આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.આ ઉપરાંત અમદાવાદમાં આગામી બે દિવસ સુધી પ્રાથમિક સાથે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જુરૉકઝ “સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!