કોરોના ના કેસોની સંખ્યાને પગલે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ઓર્ડર ની કોપી સાથેનો મેસેજ વાયરલ થયો છે. વાયરલ થયેલા મેસેજમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા 25 સપ્ટેમ્બરથી રાષ્ટ્રવ્યાપી લોકડાઇન અંગેની વિનંતી કરવા આવી હોવાનું જણાવાયું છે. આ અંગે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ સ્પષ્ટ કર્યું છે કે આ આદેશ નકલી છે અને દેશવ્યાપી કોઈ લોકડાઇન ફરીથી લાદવામાં આવી રહ્યુ નથી.
પીઆઈબીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે દેશમાં કોરોના ના ફેલાવવા અને મૃત્યુ દરમાં ઘટાડો કરવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને આયોજન પંચે ભારત સરકારને વિનંતી કરી છે.
25 સપ્ટેમ્બરથી મધ્ય રાત્રીથી શરૂ થતા 46 દિવસ કડક લોકડાઇન ને ફરીથી લાવવો જરૂરી છે. દેશમાં આવશ્યક ચીજવસ્તુઓને સપ્લાઇ જાળવી રાખવી, તેથી આ પ્રમાણે NDMA એ મંત્રાલયને તે મુજબ યોજના કરવા માટે અગાઉ નોટિસ ફટકારી છે. પિઆઇબીએ આ આદેશ ને નકલી આદેશ ગણાવ્યો છે.
ભારતમાં કોરોનાવાયરસ ના પ્રસારને હરાવવા માટે 25 માર્ચ ના રોજ દેશવ્યાપી લોકડાઇન લાદવામાં આવ્યું હતું. જૂનથી કેન્દ્રએ અનલૉક કરવાની પ્રક્રિયા શરૂ કરી, સપ્ટેમ્બરમાં ચોથા તબક્કામાં પ્રવેશી છે.લોકડાઇન દરમિયાન પ્રતિબંધિત પ્રવૃત્તિઓને ફરીથી તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે તાજા લોકડાઇન અફવાઓ ઘણી વખત ફેલાઈ રહી છે, પરંતુ કેન્દ્ર એ જણાવ્યું હતું કે રેડ ઝોનમાં પહેલેથી લાદવામાં આવેલા પ્રતિબંધો સિવાય દેશવ્યાપી કોઈ લોકડાઇન થશે નહિ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!