મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત,જાણો શું છે યોજના

Published on: 4:39 pm, Sun, 13 September 20

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ના હેતુ સાથે મહિલા કલ્યાણ યોજના જાહેર કરવામાં આવી છે. મહિલા કલ્યાણ યોજના અંતર્ગત ઝીરો ટકા વ્યાજ દરે એટલે કે વગર વ્યાજની રૂપિયા 1લાખ સુધીની લોન આપવામાં આવશે.આ યોજના લાગુ કરવાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની રાહ જોવાઇ રહી છે. 17 સપ્ટેમ્બર સારા હેતુ સાથે યોજના શરૂ કરવામાં આવશે.લોકો છે આ જાહેરાત સાથે ચર્ચામાં એવું પણ લાગ્યું છે.

સામાન્ય વ્યાજ સાથે આત્મનિર્ભર લોન માટે ઘણા લોકોને ધક્કા ખાવા પડ્યા હતા. ડોક્યુમેન્ટ્સ જ એટલું હતુ કે લોકોને તે વખતે ઘણી તકલીફ થઈ હતી.આગામી 17 મી સપ્ટેમ્બરથી શરૂ થઈ જવા રહેલી મહિલા કલ્યાણ યોજના માં ગુજરાત ની 1 લાખ મહિલા ચૂંટણી કુલ 10 લાખ માતા બહેનો ને એનો લાભ મળશે. આ યોજના માટે જરૂરી એવી સ્ટેમ્પ ડયુટી પણ માફ આપવામાં આવશે.

મહિલાઓને જૂથ દીઠ રૂપિયા એક લાખની લોન કે ધિરાણ આપવામાં આવશે.આ લોન સરકારી,સહકારી, ખાનગી બેન્ક,આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓ માંથી મળી શકશે. લગભગ 1000 કરોડ સુધીની ધિરાણ ગુજરાત સરકાર મહિલા જૂથો સુધી પહોંચાડશે.

10 મહિલાઓનું એક જૂથ એમ એક લાખ જૂથ બનાવવામાં આવશે અને તેમને આ યોજનાનો લાભ મળશે.ગ્રામ્ય વિસ્તારમાં 50 હજાર અને શહેરી વિસ્તારમાં 50 હજાર મળી કુલ એક લાખ મહિલા જૂથોને લોન આપવામાં આવશે.સરકારનો હેતુ ઉત્તમ છે પરંતુ હવે ગ્રાઉન્ડ લેવલ પર તેનું અમલીકરણ કેટલું થાય છે તે જોવાનું રહ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!