રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદને લઇને હવામાન વિભાગે કરી મોટી આગાહી,જાણો વિગતે

214

દિવાળીના તહેવારની પહેલા હવામાનમાં મોટો ફેરફાર થવાનો છે. હવામાન નિષ્ણાતો જણાવ્યા અનુસાર હાલમાં ઠંડી વધવાની સાથે કમોસમી વરસાદ વરસવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતના પર્વતીય અને મેદાની વિસ્તારોમાં ઠંડીની સ્થિતિમાં વ્યાપક ફેરફારો જોવા મળ્યા છે. ૧૪ અને ૧૫ નવેમ્બરે સંપૂર્ણ કાશ્મીર ઘાટીમાં મધ્યમ વરસાદ અને બરફ વર્ષા થવાની સંભાવના છે.જયારે અમુક વિસ્તારોમાં ભારે બરફવર્ષા ની સાથે સાથે વરસાદ થવાનો પણ અણસાર છે.

ભારતીય હવામાન વિભાગના અનુમાન લગાવ્યું છે કે હજુ પણ અમુક વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે.સ્કાયમેટવેધર ના જણાવ્યા અનુસાર આગામી વરસાદ અને બરફ વર્ષાને ધ્યાનમાં રાખી ૧૪ અને ૧૫ નવેમ્બર ના આ સમયગાળા દરમિયાન રસ્તાઓ પણ પ્રભાવિત થઈ શકે છે.

સંભવિત પહાડી વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે અને આગામી પશ્ચિમી હવાઓના કારણે પહાડી વિસ્તારોથી લઇને મેદાન વિસ્તારોમાં પણ વરસાદ થઇ શકે છે.

આગામી ૨૪ કલાકમાં દક્ષિણ કેરળ અને તમિલનાડુ તથા દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશના એક બે જગ્યાએ વરસાદ થવાની સંભાવના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!