છેલ્લા એક અઠવાડિયાથી મંદ પડેલું ચોમાસું 15 સપ્ટેમ્બર પછી સક્રિય થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં ભરપૂર વરસ્યા બાદ ચોમાસું થોડુંક મંદ પડ્યું હતું.ઓગસ્ટમાં દેશમાં સામાન્ય કરતા 27 ટકા વધારે વરસાદ પડ્યો છે.દેશમાં 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી ચોમાસુ ચાલતુ હોય છે.
હવા ચાણાવ્યું છે કે ઓગસ્ટમાં દેશમાં સરેરાશ કરતાં 27 ટકા વધારે વરસાદ પડ્યો છે.હવામાન વિભાગે જણાવ્યું કે આગામી અઠવાડિયા થી ઉતરાખંડ, યુપી, બિહાર મધ્ય પ્રદેશ,ગુજરાત અને પૂર્વી રાજસ્થાનમાં ચોમાસુ સક્રિય થશે જેને કારણે રાજ્યમાં વરસાદ પડશે. તેની સીધી અસર પાક પર પડશે.જો કે તેને કારણે ખેડૂતોને સિંચાઈ કરવાની જરૂર નહીં રહે.
ઓરિસ્સાના નોર્થ કોસ્ટલ પર લો પ્રેશર સર્જાયું છે જે આગામી 24 કલાકમાં પશ્ચિમ તરફ આગળ વધીને ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ડીપ ડિપ્રેશન છૂટા છવાયા વિસ્તારોમાં સારો વરસાદ તથા છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!