દેશમાં કોરોના સંકટ ઘેરું બનતું જાય છે. કોરોના એ માનવીના જીવનમાં કેટલાક ફેરફાર કરી દીધા છે. મોટા કાર્યક્રમો અને ધાર્મિક મેળાવડાઓ પણ બંધ થયા છે.આ પરિસ્થિતિ વચ્ચે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મત્સ્ય સંપદા યોજના લોન્ચ કરવા જઈ રહ્યા છે.
બુધવારના રોજ પ્રધાનમંત્રીના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ મૂકવામાં આવી હતી કે, આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 12:00 વાગે પ્રધાનમંત્રી મોદી મત્સ્ય સંપદા યોજના લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ સિવાય બિહારમાં મત્સ્ય પાલન અને પશુપાલન સંબંધિત કેટલીક યોજનાઓનો શુભારંભ કરાવશે.
આપને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહેતા પ્રધાનમંત્રી મોદી ના ટ્વિટ લઈને ઘણી વખત લોકો માં કુતૂહલ જોવા મળે છે. પહેલા પણ આવી અનેક ઘટનાઓ બની છે જેમાં પ્રધાનમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા પર જણાવ્યું હોય કે, મોદી દેશને સંબોધન કરવાના છે.ત્યારે તમામ નાગરિકોના મનમાં એક જ સવાલ જરૂર થાય છે કે આ વખતે સંબોધનમાં પ્રધાનમંત્રી શું કહેવાનું હશે.
આવતીકાલે તેમણે કરેલા ટ્વીટમા લખવામાં આવ્યું છે કે, કાલનો દિવસ મહત્વપૂર્ણ છે. પરંતુ સાથે એવું પણ લખવામાં આવ્યું છે કે, તેઓ બપોરે મત્સ્ય સંપદા યોજના લોન્ચ કરવા જઈ રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!