જનતાના ખીચા થઈ રહ્યા છે ખાલી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો, જાણો આજનો ભાવ.

Published on: 9:52 am, Mon, 31 May 21

દેશમાં દિવસેને દિવસે ના કેસો વધી રહ્યા છે અને તેવા પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે. પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના કારણે સામાન્ય જનતા ઉપર ખૂબ જ અસર પડશે. ચૂંટણી પૂરી થયા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો.

તેવામાં એક દિવસના વિરામ બાદ ફરી વધારો થયો. દેશના અમુક શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રૂપિયા 100 થઈ ગયું છે. મળતી માહિતી મુજબ દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 29 પૈસા અને ડીઝલની કિંમતમાં 26 પૈસાનો વધારો થયો.

મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 28 પૈસા અને ડીઝલની કિંમતમાં પણ 28 પૈસાનો વધારો થયો. કોલકાતામાં પણ પેટ્રોલની કિંમતમાં 28 પૈસાનો વધારો થયો અને ડીઝલની કિંમતમાં 26 પૈસાનો વધારો થયો.

ચેન્નાઈમાં પેટ્રોલની કિંમતમાં 25 પૈસા અને ડીઝલની કિંમતમાં પણ 25 પૈસાનો વધારો થયો. દિલ્હીમાં આજનો પેટ્રોલનો ભાવ 94.23 રૂપિયા છે. મુંબઈ આજનો પેટ્રોલનો ભાવ 100.47 રૂપિયા છે.

કોલકત્તામાં આજનો પેટ્રોલનો ભાવ 94.25 રૂપિયા છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ 85.15, મુંબઈમાં ડીઝલનો ભાવ 92.45, કોલકત્તામાં ડીઝલનો ભાવ 88, ચેન્નઈમાં ડીઝલનો ભાવ 89.90 રૂપિયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જનતાના ખીચા થઈ રહ્યા છે ખાલી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો, જાણો આજનો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*