ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ…

Published on: 10:20 am, Mon, 31 May 21

ગુજરાતમાં હવામાન વિભાગે કરી મોટી આગાહી આગામી પાંચ દિવસમાં રાજ્યના જુદા જુદા વિસ્તારમાં પડી શકે છે વરસાદ. આગામી ચાર દિવસમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ હોય છે અને ચાર દિવસમાં તાપમાન કોઈપણ પ્રકારનો મોટો ફેરફાર નહીં થાય.

હાલમાં અરબી સમુદ્ર પરથી ફુંકાતા પવનના કારણે રાજયમાં ભેજનું પ્રમાણ ઘણું વધી ગયું છે. સવારમાં 71 ટકા અને સાંજે પાંચ વાગ્યા પછી 48 ટકા જેટલો નોંધાયો છે.

આજે રાજ્યમાં અમદાવાદ શહેરમાં તાપમાન 39.7, સુરતમાં 34, ડીસામાં 41, ગાંધીનગરમાં 39, વડોદરામાં 37.7, રાજકોટમાં 40.6, સુરેન્દ્રનગરમાં 41.5 આ રાજ્યના વિવિધ તાપમાન આજે નોંધાયા છે. તારીખ 31 થી 1 તારીખ વચ્ચે ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમા હળવાશ પડતા વરસાદની આગાહી છે.

દેશમાં રવિવારના રોજ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી અને આજ 31 તારીખના રોજ કેરળમાં ચોમાસાનું પ્રારંભ થઇ ગયું છે. ત્યારબાદ સાંજે ફરી એક વખત હવામાન ખાતાએ જણાવ્યું કે હજી ચોમાસુ મૂળ ભારત કરતાં બે દિવસ બોર્ડર એટલે કે ત્રીજી જૂન કેરળમાં ટકરાશે.

જામનગર ની આગાહી મુજબ 5 જૂનના રોજ હવામાન વરસાદનું આગમન થશે અને 15 જુનના રોજ મુંબઈમાં વરસાદ નુ આગમન થશે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે ચોમાસુ નિયમિત સમયે જ આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ…"

Leave a comment

Your email address will not be published.


*