ચાર દિવસની રજા લઈને ઘરે આવી રહેલા જવાનનું રસ્તામાં મોત, બાળકો પિતાની રાહ જોતા રહી ગયા…ઘટના જાણીને તમારે આંખોમાં પણ આંસુ આવી જશે…

Published on: 6:30 pm, Fri, 11 November 22

ગુજરાતના અંબાજીમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર દિવસની રજા લઈને ઘરે આવી રહેલા BSFના જવાનને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં જવાનનું કરુણ મોત થતા પરિવારના લોકો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર જાંબુડી વિસ્તારમાં ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

ભૂરારામ ગરાસીયા ગામના જવાન રજા લઈને ઘરે આવી રહ્યા હતા. જ્યારે તેઓ ઘર પાસે પહોંચ્યા ત્યારે રસ્તામાં અચાનક જ તેમની બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી. જેના કારણે તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતની ઘટનામાં ભૂરારામભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ તેમની સારવાર માટે તાત્કાલિક પાલનપુરની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. અહીં ગુરુવારના રોજ સારવાર દરમિયાન જવાને પોતાનો જીવ ગુમાવ્યો હતો. જવાના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

મિત્રો તમને જણાવી દઈએ કે ભુરારામભાઈ 162 BSF બટાલિયન છત્તીસગઢ ખાતે નોકરી કરતા હતા. અકસ્માતની ઘટનામાં તેમનું મોત થતાં ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. તેમના મૃત્યુ બાદ આર્મી દ્વારા તેમને ગોડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

અકસ્માતની ઘટનાના કારણે મૃતકના પરિવાર અને ગામના લોકોમાં દુઃખનો માહોલ જોવા મળ્યો હતો. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અંતિમ સંસ્કારમાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ હતા. મિત્રો તમને જણાવી દઈએ કે ભૂરારામભાઈ ચાર દિવસની રજા લઈને ઘરે આવતા હતા. ક્યારે રસ્તામાં અચાનક જ તેમની બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી.

તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ગુરૂવારના રોજ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમનું મૃત્યુ થતાં આજે એક દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. તેમની અંતિમ વિદાય વખતે લોકોએ ભારત માતાકી જયના નારા પણે લગાવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચાર દિવસની રજા લઈને ઘરે આવી રહેલા જવાનનું રસ્તામાં મોત, બાળકો પિતાની રાહ જોતા રહી ગયા…ઘટના જાણીને તમારે આંખોમાં પણ આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*